Mo - Sat: 8:00am - 9:00pm
Patient Testimonials
Reviews by the patients & relatives...
Journey from 2018 to 2022
Spindle Cell Facial Tissue Tumor

My mother was diagnosed with spindle cell facial tissue tumor in 2018 and we consulted Dr. Siddharth Shah at Zydus Hospital along with a few other specialists. After meeting him, we realized and decided to continue with Dr. Sidsharth Shah's treatment, the reason being his immense knowledge and experience. I must say that we were blessed to have him as our doctor. He was extremely patient and moreover, stood with us at each and every step. He successfully operated my mother in 2018 and she is completely cured. Till date (2022) he has been guiding us for all the post operative measures. One of the finest doctor we have met!!! My family is grateful to him and I personally too, would recommend his consultation for any kind of skull, neck or facial cancer surgery

In 2021
Scarless Thyroid Surgery

આજે ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે. મારે પણ ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર સિદ્ધાર્થ સર વિશે કહેવું છે,જેઓ મારા જેવી મહિલાઓ ની સેવા કરે છે.

ક્યારેય પણ મોટી હોસ્પિટલ જોઈ ન હતી અને સીધા જ અમદાવાદની અત્યાધુનિક ઝાયડસ કેન્સર હોસ્પિટલમાં પગ મૂકતાં જ મને અંદરથી ખુબ જ ડર લાગવા લાગ્યો, મારા દર્દથી હું અજાણ હતી કેમ કે, મને થાયરોઈડ છે એવુ કહ્યુ ન હતું, માત્ર રિપોર્ટ કરાવવા છે એવુ કહ્યુ હતુ,મને અહીં મારા પતિ અને અમારા બે સબંધીઓ ત્યાં લાવ્યા હતા આટલી મોટી હોસ્પિટલમાં આવી એટલે મને થયું ...મને કોઈ મોટો રોગ હશે કે શું? હું કંઈ જ સમજી શકતી ન હતી બસ અંદરથી ખુબ જ ડર લાગતો હતો અને રડવું આવતુ હતું હું અને મારા પતિ હોસ્પિટલમાં અંદર ગયા ત્યારે મારા પતિના મુખ પર ચિંતાની રેખાઓ હતી તે હું સમજી ગઈ તેથી મારા આંસુ હું રોકી શકી નહી. મારા તે આંસુ જોઈ મારા પતિ ખૂબ દુ:ખી થઈ ગયા અને તેઓએ મારા ભાણેજ જમાઈને અંદર હોસ્પિટલમાં મોકલી તેઓ બહાર જતા રહ્યા, કારણકે કોરોના ની ત્રીજી લહેર ચાલુ હતી તેથી હોસ્પિટલમાં દર્દીની સાથે માત્ર એક જ વ્યક્તિને જવાની છુટ હતી.

ખુરશી પર હુ બેઠી હતી અને ખુબજ રડતી હતી. રિસેપ્શન માથી સુચના મળી એટલે અમે ડોક્ટર સિદ્ધાર્થ સર ની ચેમ્બરમાં ગયા, ત્યાં જતા જ હું ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. લીલા કપડા પહેરેલા દેવદૂત સમાન સિદ્ધાર્થ સરે મને પ્રેમથી પૂછ્યું "બેન શું થયું છે? કેમ રડો છો? તમને ક્યાં દુખે છે?" જવાબમાં માત્ર મારા રડવાનો અવાજ હું કશું જ બોલી શકી નહીં. સિદ્ધાર્થ સરના લાગણી સભર અને ઉષ્માભર્યા શબ્દો આશ્ચર્યની વચ્ચે ચમત્કાર સર્જતા હતા ! કે શુ આટલી મોટી હોસ્પિટલના આટલા મોટા ડોક્ટર પણ આટલી સહજતાથી, સરળતાથી અને પ્રેમથી દર્દી સાથે વાત કરે છે? જ્યારે તેમણે તેમની જ પાણીની બોટલ આપી અને મને કહ્યું "ચાલો પાણી પી લો પછી મને કહો, કેમ રડો છો? ત્યાં સુધી આપણે શાંતિથી બેસીશું" અને બે મિનિટ જેટલો સમય તેઓ ખુબજ ધીરજથી બેઠા પછી મેં મારા પતિને બોલાવવાની વાત કરી તેમણે સિક્યુરિટી ને ફોન કરી સુચના આપી મારા પતિને અંદર બોલાવ્યા.

મારા ગળાના દુખાવા વિશે અગાઉના ડોક્ટર્સ ના કરેલા નિદાનના કાગળો ચેક કર્યા અને હિસ્ટરી પૂછી અને અમને એટલી બધી સાંત્વના થી સમજાવ્યા કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું છુ ને. બસ આ સાંભળતા જ અમારો ડર દૂર થઈ ગયો સિદ્ધાર્થ સરે અગાઉના બધા જ રિપોર્ટ માન્ય રાખી એક વધારાનો રિપોર્ટ કરાવવો છે તેમ કહ્યું.એ રિપોર્ટ કરાવી અમે ફરી પાછા તેમની ચેમ્બરમાં ગયા ત્યારે તેમણે કહ્યુ તમારે ડરવાની કોઈ જરૂર નથી આ સાદી થાયરોઈડની ગાઠ છે. તમારી ગાઠ થી મોટી ગાઠ નુ મે આજે ઑપરેશન કર્યુ છે એ બહેન પણ નોર્મલ છે એમ કહી અમને મોબાઈલમા ફોટા બતાવ્યા અને ઓપરેશન વિશે અમને સમજાવી તથા બીજે ક્યાંય ઓપરેશન કરાવવું હોય તોપણ તેના ઓપ્શન આપ્યા. ગુજરાતમાં કાપા વગર દૂરબીનથી થાયરોઇડ નુ ઓપરેશન કરનાર એકમાત્ર ઓન્કોલોજીસ્ટ ડોક્ટર સિદ્ધાર્થ સર પાસે જ અમારે ઓપરેશન કરાવું છે તેવો મારા પતિએ નિર્ણય લીધો અને તેમના મનમાં રહેલા કેટલાક સવાલો તેમણે સિદ્ધાર્થ સર ને પૂછ્યા. સરે એટલી સરસ રીતે એ સવાલોના જવાબ આપ્યા અને અમને સમજાવ્યા. આમ તો આપણે જાણીએ છીએ કે કોઈ ડોક્ટર ગેરંટી ના લે પરંતુ મારા પતિએ ચિંતાના સુરમા પૂછ્યું સર ગળાના ઓપરેશનમાં કંઈ થશે તો નહીં ને? ત્યારે તેમણે જવાબ આપ્યો " તમને કંઈ જ નહીં થાય મારી ગેરેન્ટી"

એ જ વિશ્વાસથી અમે ઓપરેશન કરાવવા આવ્યા. હવે તો સિદ્ધાર્થ સરને મળવાનું હતું એવું વિચારતા જ બધી જ ચિંતા જતી રહેતી હતી. અમે સરને મળ્યા જરૂરી રિપોર્ટ કરાવ્યા અને રાત્રે એડમિટ થઈ ગયા. બીજા દિવસે સવારે નવ વાગ્યે મારુ ઓપરેશન કર્યું હોસ્પિટલનો સ્ટાફ તથા સર સાથેની ડોક્ટર્સની ટીમ ખૂબજ લાગણી સભર હતી. તેઓએ મારો ખુબજ ખ્યાલ રાખ્યો. તથા નર્સિંગ સ્ટાફ પણ ખડે પગે મારી સેવા કરતો હતો. અત્યાધુનિક હોસ્પિટલ અને મેનેજમેન્ટ દ્રારા મારી બધી સગવડ સાચવી હતી તે બધાનો ખુબ જ આભાર.

મારુ ઓપરેશન કરી બહાર લાવ્યા ત્યારે સાચે જ સિદ્ધાર્થ સરના એ શબ્દો યાદ આવ્યા "તમને કંઈ જ નહીં થાય મારી ગેરંટી" મારુ ગળાનુ ઓપરેશન કર્યું હોવા છતાં પણ બોલવાનું, ખાવાનુ, બધી જ છૂટ હતી.માત્ર એકજ દિવસના ટૂંકા રોકાણ મા મને માત્ર દુ:ખાવા ની દવા આપીને કોઈ જ વધારાની દવા આપી નહીં અને મને નવડાવી ચા-પાણી,નાસ્તો, કરાવી અને બીજા દિવસે સવારે રજા આપી દીધી. ડોક્ટર સિદ્ધાર્થ સર જેવા સરળ અને સહજ હોય છે તેનો મને આજે અહેસાસ થયો મેં એવું સાંભળ્યું હતું કે હોસ્પિટલોમાં ભગવાન ડોક્ટર બનીને દર્દી નારાયણની સેવા કરે છે આજે એનો મને અનુભવ થયો. મારે ત્રણ દીકરીઓ છે, અમારે ફુલ માળા વહેચવાનો ધંધો છે, બધું જ ઘરનું કામ, ધંધાનું કામ,અને છોકરીઓને સાચવવાનું કામ પહેલાની જેમ જ ઓપરેશન પછી હું નોર્મલ રીતે કરું છું મને ખબર જ નથી પડતી કે મેં ઓપરેશન કરાવ્યું છે.

સિદ્ધાર્થ સર તમને અને તમારી આખી ટીમને અને તમારા નર્સિંગ સ્ટાફનો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી... તમને હું કોઈ શબ્દોથી મૂલવી નહીં શકું છતાં પણ થેન્ક્યુ....મને સારવાર આપવા બદલ અને જીવન મા ઉત્સાહ આપવા બદલ.... જય દ્વારકાધીશ.

હા એક વાત છે, તમારી સિક્યુરિટીની પ્રમાણિકતાનો અનુભવ પણ અમને થયો છે. મારી સાથે મારા દેર ત્યાં આવ્યા હતા ત્યાં તેમનું પાકીટ અને બધા જ ઓરીજનલ ડોક્યુમેન્ટ હતા તે હોસ્પિટલ કેમ્પસમાં ખોવાઈ ગયા હતા જે સિક્યુરિટીને મળ્યા હતા અમને ડિસ્ચાર્જ આપ્યું ત્યારે જતી વખતે તેમને અમે પૂછ્યું તો તેઓએ કહ્યુ હા મળ્યા છે ખરાઈ કરીને અમને એ ડોક્યુમેન્ટ અને પાકીટ પરત આપ્યા હતા આવા તમારા પ્રમાણિક સ્ટાફ ને પણ વંદન સાથે આભાર.

લી. રીનાબેન પ્રેમજીભાઈ ભટ્ટ

Journey from 2015 to 2018
Oral cancer

Dear Siddharth Sir,
We are writing this to express our heartiest gratitude for all you have done for us. You are a godsend boon to our family and one who saved many lives. Mr. Rajkishore Jaiswal is one among them and we cannot thank you enough for the gift of life you have given to the tree of our family. We know what we are doing maybe very little. However, we wanted to send a small token of thanks on behalf of our entire family. We are obliged to you and wish you and your family all the health and blessings.
Keep Up The Good Work Sir!!
Thank you.
Regards, Jaiswal Family


Dr Siddharth Shah

Read All Google Reviews

Make your appointment today!
Consult the leading Head and Neck Cancer Surgeon in Ahmedabad